ભાવનગરમાં હાથી મસાલા દ્વારા મલ્લિકા એ સ્વાદ
રીના શાહ- પૂજા ત્રિવેદી- દીપા અગનાની વિજેતાઓ- સન્માન

રાજકોટઃ સ્વાદપ્રેમી ગુજરાતીઓની જીભને અવનવી વાનગીઓથી રસાળ બનાવવા અવનવા પ્રયોગો ગુજરાતની ગૃહિણીઓ દ્વારા થતાં રહ્યાં છે. ભાવનગરનાં પોતાના રેડીઓ સ્ટેશન ૯૩.૧ ટોપ એફએમ દ્વારા ''હાથી મસાલા પ્રસ્તુત મલ્લિકા એ સ્વાદ''નું ભવ્ય આયોજન ઈસ્કોન કલબ ખાતે કરવામાં આવ્યું. હાથી મસાલા મલ્લિકા એ સ્વાદમાં ૨૫૦થી વધુ ભાવનગરની બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી પહેલાં રાઉન્ડમાં આરજે વિક્રમ, રૂદ્રાક્ષ સોની, હેતસ્વી સોમાની અને જયદીપ ડોડીયા દ્વારા ટોપ ૧૦ બહેનોને પસંદ કરવામાં આવ્યાં.
ફાઈનલ સ્પર્ધા ઈસ્કોન કલબમાં થઈ હતી. જેમાં પહેલો રાઉન્ડ ૨૦ મિનિટનો જેમાં ખાલી ભાતની વાનગી અને અમુક શાકભાજીમાંથી વાનગી બનાવાની હતી અને બીજો રાઉન્ડ ૪૦ મિનિટનો જેમાં પનીર, હાથી મસાલા અને પેલ શાકભાજીમાંથી વાનગી બનાવાની હતી.
હાથી મસાલા મલ્લિકા એ સ્વાદના ફાઈનલના નિર્ણાયકો તરીકે સંગીતા જાની, સેફ પંકજ ઉપાધ્યાય, સેફ પ્રદીપસિંહ રાવત અને ધરતી રાજયગુરૂ હતાં. હાથી મસાલા પ્રસ્તુત મલ્લિકા એ સ્વાદના બીજા રનર અપ દીપા અગનાની પહેલાં રનર અપ પૂજા ત્રિવેદી અને વિજેતા રિના શાહ બન્યા હતા. વિજેતાઓને એવોર્ડથી સન્માન આપવા માટે હાથી મસાલાના મીડિયા અને માર્કેટિંગ મેનેજર જયદીપ સોની, હાથી મસાલા માર્કેટીંગ મેનેજર મનીષ પોબારૃં, હાથી મસાલાના ભાવનગર શહેરના ડિસ્ટ્રીબ્યુટર વિપુલભાઈ પડીયા અને એપેક્ષ એડવર્ટાઈઝિંગનાં માલિક જલાધીભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.