News of Monday, 16th March 2020
                            
                            ''કોરોના''ના કારણે દ્વારકાધીશનાં દર્શનનો સ્મૃતિ ઇરાનીનો કાર્યક્રમ રદ

દ્વારકા તા. ૧૬: દ્વારકા યાત્રાધામમાં પણ કોરોના વાઇરસના કારણે પ્રવાસીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજે કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા એકસો વર્ષની ધ્વજાજીની યોજના તળે તેમના દ્વારા ધ્વજાજીનું આરોહણ થયું પરંતુ તેમનો અગાઉથી નકકી થયેલો કાર્યક્રમ કરોનાના કારણે કેન્સલ થયો છે.
દ્વારકાધીશજી મંદિરના પંડા કપીલભાઇ વાયડા દ્વારા સ્મૃતિજીની ધ્વજાજી ચડાવાના હતા.
							(12:25 pm IST)
							
							
                            
    