સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th March 2020

ચોટીલા નજીક જોલી સ્પીનિંગ મીલમાં આગ

લાખો રૂપિયાના કપાસના રૂની ગાંસડીઓ બળીને ખાખ : રાજકોટ, ચોટીલા અને થાનગઢ ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વહેલી સવારે આગને કાબુમાં મેળવી

વઢવાણ તા. ૧૬ : ચોટીલા પાસે વર્ષો જૂની જોલી સ્પિનિંગ મિલ આવેલી છે. આ સ્પિનિંગ મિલ માં કપાસમાંથી રૂ અલગ કરીને આ સ્પિનિંગ મિલ ના ગોડાઉનમાં રૂની ગાંસડી બાંધીને જોલી સ્પિનિંગ મિલ માં ગોઠવવામાં આવી હતી ગઇકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાની આજુબાજુ ના સમયમાં આ મિલમાં અચાનક વિકરાળ આગ લાગી હતી.

 આગ લાગવાના બનાવના પગલે જોલી સ્પિનિંગ મિલ માં રાખવામાં આવેલી કપાસના રૂની ગાંસડીઓ બળીને ખાખ બની હતી. લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગની જાણ થતાં ચોટીલા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત કરી હતી પરંતુ આ ચોટીલા ફાયર બ્રિગેડની એક ટીમ આગને કાબૂમાં મેળવવામાં અસમર્થ નીવડીયા બાદ ત્યારબાદ થાન ફાયરબ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી પરંતુ થાન ફાયર બ્રિગેડની ટીમ પણ આગને કાબૂમાં મેળવી શકી નથી..

ત્યારબાદ આગ વિકરાળ સ્વરૂપ જોઈને તરત જ રાજકોટની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી થોડીક જ ક્ષણોમાં રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં મેળવી હતી. હાલ આખી વચ્ચે બચેલી રૂની ગાંસડીઓ અલગ કરવાની કામગીરી કંપની દ્વારા હાથ ધરવામાં આવી છે...

એક માસના સમયગાળામાં  ૩ સ્પિનિંગ મિલ માં આગ લાગી

સુરેન્દ્રનગર જિલ્લો એક કપાસ ઉત્પાદન એક ગણાય છે ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા સારું એવું કપાસનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી અને જિલ્લાની કપાસમાં સમગ્ર દેશમાં સારું એવું નામ ધરાવે છે ખેડૂતોને કપાસ માંથી નીકળતું રૂ એનો સંગ્રહ જિલ્લાની સ્પિનિંગ મિલ માં કરવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી સો થી પણ વધુ સ્પેલિંગ નો આવેલી છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સ્પેલિંગ મિલોમાં છેલ્લા એક માસમાં ગઈકાલે ચોટીલા માં લાગેલી આગનો ત્રીજો બનાવ બનવા પામ્યો હતો. અગાઉ ગોદાવરી નજીક પણ સ્પીનિગ મિલા માં આગ લાગવાનો બનાવ પણ સામે આવ્યો હતો આમાં પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું..

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

પ્રાથમિક તારણો અનુસાર શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પણ બે મિલોઙ્ગ માં આગ લાગવાના બનાવો સર્કિટના કારણે થયા હતા.

(12:23 pm IST)