News of Monday, 16th March 2020
માથાના દુઃખાવાથી કંટાળી કેશોદના અગતરાયની પાયલ વાઢેરનો આપઘાત
એક વર્ષ પહેલા સગાઇ થઇ'તીઃ રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૧૬: કેશોદના અગતરાય ગામે રહેતી પાયલ રામજીભાઇ વાઢીયા (કોળી) (ઉ.વ.૨૦)એ ૧૨મીએ વાડીએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂ અને હિરેનભાઇએ કેશોદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર બહેનમાં ત્રીજી હતી. તેની સગાઇ એક વર્ષ પહેલા થઇ હતી. પિતા છુટક મજૂરી કરે છે. માથાના દુઃખાવાથી કંટાળીને પગલુ ભર્યાનું તેના પિતાએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું.
(12:10 pm IST)