પોરબંદરના બખરલામાં ર સ્થળે જુગાર રમતા ૧૦ શખ્સો ૪૦ હજાર રોકડ સાથે ઝડપાયા
પોરબંદર, તા. ૧૪: તાલુકાના બખરલામાં બે સ્થળે જુગાર દરોડામાં જુગાર રમતા દસ શખ્સોને કુલ ૪૦ હજારની રોકડ સાથે પકડી પાડેલ હતાં.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયમાં દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલનાઓએ જિલ્લામાં દારૂ-જુગારની ગે.કા. પ્રવૃતિ નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી પીઆઇ એમ.એન. દવે એલસીબી સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણને મળેલ ચોક્કસ હકીકત આધારે બખરલા ગામની બિલડી સીમથી રામા કાના ઓડેદરાના રહેણાંકમા બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા (૧) રામ કાનાભાઇ ઓડેદરા, (ઉ.વ.૩૦) રહે. બખરલા ગામ, બીલડી સીમ, પોરબંદર (ર) લખમણ કાનાભાઇ ઓડેદરા, ઉ.વ.૩૮, રહે. બખરલા ગામ, બીલડી સીમ(૩) આનંદ હાજાભાઇ બાપોદરા ઉ.વ.૩૦ રહે. સ્ટેશન રોડ, ઘોડાપટ્ટી વાડી વિસ્તાર, રાણાવાવ (૪) લીલા રાજાભાઇ ઓડેદરા, ઉ.વ.૪૦ રહે. ખાપટ (પ) ભીમા કાંધાભાઇ રાણાવાયા ઉ.વ.૩ર રહે. નાગકા ગામ, ખારાસીમ વાડી વિસ્તાર (૬) ખીમા ગીગાભાઇ ઓડેદરા ઉ.વ.૬૦ રહે. બખરલા ગામ, બીલડી સીમ, વાડી વિસ્તારવાળાને ગંજીપતાના પાના નંગ-પર તથા રોકડા રૂપિયા ૩ર,૦૪૦ તથા મો.ફોન નંગ-૪ કિ.રૂ. ૩પ૦૦૦ તથા ઓછાડ (પાથરણુ) એક મળી કુલ રૂ. ૬૭,૦૪૦ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડેલ છે. આ કામગીરીમાં પોરબંદર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. દવે, રામભાઇ ડાકી, હે.કો. બટુભાઇ વિંઝુડા, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, કોન્સ્ટેબલ સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતાં.
બીજા દરોડામાં બખરલામાં જુગાર રમતા જીવા જેઠા ખુંટી, રાજુ ઓડેદરા, મેણંદ હમીર, લખમણ રાણાને પોલીસે ૯૭૧૦ રોકડ સાથે પકડી પાડેલ છે. આ અંગે લોકરક્ષક ચંદ્રેશભાઇ સોલંકીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.