News of Monday, 16th March 2020
કોડીનારના વિકાસની ચિંતા કરતાઅગ્રણીઓઃ મુકત મને ચર્ચા થઇ

કોડીનારઃ છારા ઝાંપા વિસ્તારમાં વોર્ડ નં.૭ના ભા.જ.પ.ના કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઇ ડોડીયાના અધ્યક્ષસ્થાને કોડીનાર શહેરનો કેમ વધુને વધુ વિકાસ કરવો તેના પર મુકત મને ચર્ચા કરી અને સમુહ રાષ્ટ્રગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં પી.એસ. ડોડીયા, હરીભાઇ વિઠલાણી, નાથાભાઇ બારડ, ભીખુબાપુ, નાનુભાઇ સાગર, ધર્મેશભાઇ સોલંકી, ગીરીશભાઇ દામોરા સહિત તમામ હિન્દુ મુસ્લીમભાઇઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ કુલદિપ પાઠક)
(12:05 pm IST)