News of Monday, 16th March 2020
પવનચકકી સામે પોકારઃ તાકિદે અટકાવો નહિ તો ધરણાઃ ટંકારા ગ્રામ્ય પંથક લાલધુમ

ટંકારા : તાલુકાના ગ્રામ્ય પંથકમાં પવનચક્કી સામે વિરોધના સુર જોવા મળી રહ્યા છે જેમાં હવે હરબટીયાળી ગ્રામ પંચાયત દ્વારા પવનચક્કી સામે વિરોધ નોંધાવીને આવેદન પાઠવ્યું છે.આવેદનમાં જણાવ્યું છે કે હરબટીયાળી ગામે પવનચક્કીના વીજપોલ હરબટીયાળીથી વીરવાવ જતા જુના રસ્તામાં નાખવામાં આવેલ છે જેના પગલે રસ્તા પર પસાર થતા ખેડૂતોના ટ્રેકટર સાથે ખેત ઓજાર લઈને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ખેત ઓજાર જો પોલને અડકી જાય તો શોટ સર્કીટ થવાનો ભય રહે છે. કંપનીને હરબટીયાળી ગ્રામ પંચાયતે રસ્તામાં વીજપોલ નાખવાની પરવાનગી આપી નથી છતાં વીજપોલ ઉભા કરી દીધા છે આ કામ તાત્કાલિક અટકાવવામાં નહિ આવે તો ગ્રામજનો અને ખેડૂતો મામલતદાર કચેરી ખાતે ધરણા કરશે.
(11:54 am IST)