મોરબીમાં ચોરાઉ બાઈક સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ભમરીને એલસીબી ટીમે ઝડપ્યો
મોરબી તાલુકા પોલીસ મથકમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરી થયેલ મોટરસાયકલ સાથે એકને ઝડપી લેવાયો છે
મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-વાંકાનેર હાઈવે પરના લાલપર નજીક બાતમીને આધારે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ભમરી જગાભાઇ વાઘેલા ( રહે મોરબી-૨ ભારતનગર, મફતિયાપરા માળીયા ફાટક પાસે મોરબી )ને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરી થયેલ બાઈક કીમત રૂ ૧૫ હજાર વાળું રીકવર કરવામાં સફળતા મળી છે
મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ તેમજ ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા,આશીફ્ભાઈ ચાણકયા અને ફૂલીબેન તરાર સહિતની ટીમ જોડાયેલ હતી