News of Monday, 16th March 2020
લખતરના બાબાજીપરા ગામથી પસાર થતી મુખ્ય કેનાલના ઊંડા પાણીમાં ત્રણ લોકો ડૂબ્યા
બે યુવતીઓને ડૂબતી જોઈને છલાંગ લગાવતા યુવાન પણ પાણીમાં ગરકાવ

સુરેન્દ્રનગરના લખતરના બાબાજીપરા ગામથી પસાર થતી મુખ્ય કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યાની ઘટના બની છે. કેનાલ પર કામ કરી રહેલી બે યુવતીના પગ લપસતાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ હતી. જો કે કેનાલ પર હાજર યુવકે યુવતીઓને પાણીમાં તણાતી જોઈ છલાંગ લગાવી હતી. જો કે યુવતીઓ સાથે યુવક પણ ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.
(9:05 am IST)