સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th May 2024

હું ભાજપમાં જોડાવાનો નથી હું હાલમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં વ્‍યસ્‍ત છુ : ગીર સોમનાથ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા

અમુક લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે જે માત્ર અફવા છે : સ્‍ટાર પ્રચારક હોવાના નાતે ભાવનગર રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં કોંગ્રેસના સમર્થનમાં જાહેર સભાઓ તથા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પણ કર્યુ

રાજકોટ તા.૫ : ગીર સોમનાથ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે ગીર સોમનાથમા કોંગ્રેસ પાર્ટીની એક પણ જાહેર સભાઓમા તેમની હાજરી જોવા ન મળી હોવાનું ચર્ચા રહ્યું હતું.

આવનાર દિવસોમાં ગીર સોમનાથ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ પાર્ટીમાથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા એ જોર પકડ્‍યું હતું.

પરંતુ વિમલભાઈ ચુડાસમાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે હું ભાજપમાં જોડાવાનો નથી હું હાલમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં વ્‍યસ્‍ત છું. સ્‍ટાર પ્રચારક હોવાના નાતે ભાવનગર રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં કોંગ્રેસના સમર્થનમાં જાહેર સભાઓ તથા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પણ કર્યું છે.

અમુક લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે જે માત્ર અફવા છે તેમ વિમલભાઈ ચુડાસમાએ જણાવ્‍યું હતું.

(3:31 pm IST)