આજે અમરાવતીના સાંસદ- પૂર્વ અભિનેત્રી નવનીત રવિ રાણા ભુજમા
મોરબી કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા માટે રોડ શો : નવનીત રવિ રાણા રાજકારણીની સાથો સાથ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં અભિનયના ઓજસ પાથર્યા'તા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મોરબી કચ્છ લોકસભા ચુંટણીના ભા.જ.પા ના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાના ચુંટણી પ્રચારાર્થે અમરાવતી (મહારાષ્ટ્ર) ના વર્તમાન સાંસદ અને લોકસભા ચુંટણીના ઉમેદવાર શ્રીમતી નવનીત રવિ રાણા ભુજ મધ્યે તા.૦૪/૦૫/૨૦૨૪, શનિવારના ભવ્ય રોડ શો માં ઉપસ્થિત રહેશે.
આજે શનિવારના સાંજે ૦૪:૩૦ કલાકે રોડ શો નો પ્રારંભ હોટલ વિરામ ભુજ થી શરૂ થઈ જ્યુબીલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ, મહેરઅલી ચોક, વાણીયાવાડ, છઠ્ઠીબારી રીંગ રોડ, જીલ્લા પંચાયત થઈ રોડ શો ગાંધીજીની પ્રતિમા – હમીરસર તળાવ પાસે પૂરો થશે.
નવનીત રવિ રાણા રાજકારણીની સાથે ભૂતપૂર્વ અભિનેત્રી છે જેમણે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં અભિનયના ઓજસ પાથર્યા હતા.
ધૂમતું શૈલી રબારી માલધારીઓ કાયમ પોતાના ઊંટ લઇ મહારાષ્ટ્ર – આંધ્ર તરફ જાય છે. ૨૦૨૨ માં આ ઊંટ અને માલધારીઓને તલેગાંવ પોલીસ, અમરાવતીમાં પકડી લીધા હતા ત્યારે કચ્છ લોકસભા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા એ તાત્કાલિક નવનીત રાણા નો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ત્યાં અધિકૃત અધિકારીઓને જણાવી ઊંટ અને માલધારીઓને છોડાવ્યા હતા. સાંસદે તેમની કચ્છ અને કચ્છીજનો પ્રત્યેની લાગણીને બીરદાવી હતી. તેઓ વિનોદભાઈ ચાવડા ના પ્રચારાર્થે ભુજ મધ્યે ભવ્ય રોડ શો કરશે...