સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th May 2024

તાલાલા ગીર યાર્ડમાં 5420 બોક્સ કેસર કેરીની આવક: ભાવમાં સામાન્ય વધઘટ

હરાજીના ચોથા દિવસે ગઈકાલે કરતા કેસર કેરીના 360 બોક્સની આવક ઓછી થઈ

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો આજે ચોથો દિવસ હતો. ગઈકાલે કરતા કેસર કેરીના 360 બોક્સની આવક ઓછી થઈ હતી.

આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 5420 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. ગઈકાલે કેસર કેરીના 5780 બોક્સની આવક થઈ હતી.

આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 650 રૂપિયાથી 1300 રૂપિયા બોલાયા હતા. ગઈકાલે સૌથી ઉચા ભાવ 10 કિલોના બોક્સના 1325 રૂપિયા બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે 19632 કેરીની આવક થઈ હતી. ગઈકાલે કુલ 19271 બોક્સ કેરીની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1200 રૂપિયા બોલાયો હતો.

   

(8:17 pm IST)