સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th May 2024

સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલ પંથકના જાયવા નજીક વિરાજ પેટ્રોલ પંપમાં ચારથી વધુ તસ્કરો ત્રાટક્યા: સવા લાખની રોકડની ચોરી

જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલ નજીક જાયવા નજીક વિરાજ પેટ્રોલ પંપમાં કોઈ અજાણ્યા ચાર કે તેથી વધારે ચોર ઇસમો આવી પેટ્રોલ પંપની ઓફિસના દરવાજો રાત્રિના સમયે તોડી ઓફિસની અંદર પ્રવેશ કરી અને તેમાંથી ટેબલની અંદર થેલામાં પડેલા રોકડ રૂપિયા ૧.૧૩ લાખની ચોરી કરી અને નાસી છૂટ્યા. જે બનાવને લઈ ધ્રોલ પી.એસ.આઇ પી.જી પનારા તથા સી.પી.આઈ શ્રી એ.આર. ચૌધરી અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(9:39 am IST)