દેશના અમ્પાયર નરેન્દ્રભાઈ મોદી અને લેગ અમ્પાયર અમિતભાઈ શાહ હોઈ જેના સુકાનીમાં દેશ વધુ મજબૂત થઈ રહ્યો હોય ત્યારે પૂનમબેન માડમને મત વધુને વધુ મત આપી નરેન્દ્રભાઈ મોદીને વધુ મજબૂત કરવા તથા દ્વારકા જિલ્લો અને ખંભાળિયા પણ વિકાસની હરણફાળ ભરે તેવા વિશ્વાસ સાથે પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન થાય તે અંગે અપીલ કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રઘુવંશી સમાજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જ્ઞાતિજનો મતદાન કરે તેવી પણ અપીલ કરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રઘુવંશી સમાજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયામાં ડંકો વગાડી દેશ ને પ્રગતિ કરાવી છે.ભાજપના પૂનમબેન માડમને મત વધુ ને વધુ મત આપી નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કરવા અપીલ કરાઈ છે.
દેશના અમ્પાયર નરેન્દ્રભાઈ મોદી અને લેગ અમ્પાયર અમિતભાઈ શાહ હોઈ જેના સુકાનીમાં દેશ વધુ મજબૂત થઈ રહ્યો હોય ત્યારે દ્વારકા જિલ્લો અને ખંભાળિયા પણ વિકાસ ની હરણફાળ ભરશે તેવા વિશ્વાસ સાથે પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન થાય તે અંગે અપીલ કરી છે.
રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ નથવાણીએ આયોજકોનો આભાર માનીને લોકસભાની ચુંટણીમાં
બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જ્ઞાતિજનો મતદાન કરે તેવી પણ અપીલ કરી છે.