સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ યથાવત
મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા., ૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ઉપર ચડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ સોરઠમાં ફરી તાપમાન વધતા લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. માર્ચ પછી એપ્રિલ ગરમ રહયા બાદ મે મહિનાની શરૂઆતથી પણ સુર્યપ્રકોપ જારી રહયો છે. દરરોજ તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે.
શુક્રવારે જુનાગઢનું લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતો પરંતુ આજે સવારે પારો ર.ર ડીગ્રી ઉપર ચડીને ર૪.ર ડીગ્રીએ સ્થિર થયો હતો. જેના પરીણામે આજે સવારથી જ સુર્યદેવતાએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ વાતાવરણમાં ૮૦ ટકા ભેજ રહેતા બફારો આકરો થયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિલોમીટર રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩૭.પ, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતી ૧૦.૬ કિ.મી. રહી હતી.