News of Monday, 21st September 2020
રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરનું કોરોનાથી મોત : વોર્ડ નં.૧૬ના હારૂનભાઈ ડાકોરા કોરોના સામેનો જંગ હારી ગયા

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર હારૂનભાઈ ડાકોરા (ઉ.૫૬)નું કોરોના સંક્રમણ બાદ આજે મૃત્યુ નિપજતા સમગ્ર કોંગ્રેસ તથા સાથી કોર્પોરેટરોમાં ભારે શોકની લાગણી છવાઈ છેઃ બપોરે ૪:૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા : તેઓ એક સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લેતા હતા
(4:41 pm IST)