રીમીડીયલ પરીક્ષાનો ફી વધારો પરત ખેંચોઃ કોંગ્રેસ-NSUI
ગેરકાયદે ફી ઉઘરાણા બંધ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકીઃ મહેશ રાજપૂત-સુરજ ડેર અને રોહિત રાજપૂતના નેતૃત્વમાં રજૂઆત

રાજકોટ તા. ર૧ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતો રીમીડીયલ પરીક્ષાના ફી વધારા તત્કાલ પરત ખેંચવ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. એ આજે કેમ્પસ ખાતે ધરણા-સુત્રોચ્ચાર કરીને કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, ગુજરાત એનએસયુઆઇના ઉપપ્રમુખ સુરજ ડેર, રાજકોટ જિલ્લા પ્રમુખ એનએસયુઆઇ રોહિત રાજપૂતના વડપણ હેઠળ કુલપતિ ડો. નિતીન પેથાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ જેમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર-યુનિવર્સિટી દ્વારા યુ. જી. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓને એટેકેટીના લીધે વર્ષ ના બગડે તેના અનુસંધાને રીમીડીયમ પરીક્ષા લેવાના ર૦૧૭ ના નિર્ણયમાં પરીક્ષા ફીમાં રૂ. પ૦૦નો વધારો લેવાતો હોવાનું ભોપાળુ બહાર આવ્યું છે. સીન્ડીકેટ સભ્યો ખોટો ફી વધારા પ્રશ્ને એકબીજા ઉપર દોષ ઢોળે છે. વિદ્યાર્થીઓની કારર્કીદી સાથે ચેડા થઇ રહ્યા છે.
હાલ કોરોનાની મહામારીમાં રાહતને બદલે ફી વધારો કરતા વિદ્યાર્થીઓની સ્થતી પડયા પર પાટુ સમાન બની છે. ચાર વર્ષમાં નિયમ વિરૂધ્ધ ઉઘરાવેલી ફી પરત નહી આપે તો ર૪ કલાકમાં ફી વધારો નહી ખેંચાય તો કુલપતિઓને ઘેરાવ કરાશે તેમ ચિમકી ઉચ્ચારી છે.
યુનિવર્સિટી ખાતે રજૂઆત સમયે મહેશ રાજપૂત, સુરજ ડેર, રોહીતસિંહ રાજપૂત, કેતન જરીયા, મીત પટેલ, અભિરાજસિંહ તલાટીયા, માનવ સોલંકી, જીત ડાભી, પાર્થ બગડા, દર્શન આહીર, અભિ પટેલ, ગોપાલ બોરાળા સહિતના જોડયા હતાં.