લગ્ન કરવાની લાલચ આપી ખોડીયારપરાનો સંજય ચાવડા સગીરાને ભગાડી ગયોઃ અપહરણનો ગુનો
રૈયાધાર મફતિયાપરાના ૧૭ વર્ષના પુપી મકવાણાનું અપહરણ

રાજકોટ તા.ર૧ : જુના મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ખોડીયાપરાનો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે
મળતી વિગત મુજબ જુના મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા પરમ દિવસે માતાને નાસ્તો લેવા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ સોસાયટીની આજુબાજુ તથા સગાસંબંધીને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન જંગલેશ્વરના રાધાકૃષ્ણ ચોક પાસે રહેતો સંજય વિભાભાઇ ચાવડા (આહીર) સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ખબર પડતા સગીરાના પિતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સંજય વિભાભાઇ ચાવડા વિરૂદ્ધ અપહણરની કલમ હેઠળ ગુનો દાખલકરી પીઆઇ એમ.બી.ઔસુરાએ તપાસ હાથ ધરી છે.
રૈયાધાર પાસેથી સગીરનું અપહરણ
રૈયાધાર વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષનો પુપી અનીલભાઇ મકવાણા (દેવીપુજક) પરમ દિવસે પોતાના ઘરે હતો અને તેની માતા બીટુબેન અનીલભાઇ મકવાણા શાકબકાલાની ફેરી કરવા ગયા હતા ત્યારે તેની પુત્રી મયુરીનો ફોન આવેલ કે પુપીભાઇ રેકડી લેવા તમારી પાસે આવ્યો છે તેમ વાત કરતા પોતે પુછેલ કે શું થયું તેમ કહેતા પુત્રીએ કહેલ કે ભાઇ ઘરે નથી તેમ જણાવતા માતા બીટુબેન સહિતના પરિવારજનોએ પુત્ર પુપીની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા માતા બીટુબેન મકવાણાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ આર. એસ.ઠાકરે તપાસ હાથ ધરી હતી.