ખાનગી બસમાં રાજકોટ આવતા મુસાફરોનું ગોંડલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટીંગ કરાયું

રાજકોટ :કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરોનું બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે શરૂ કરવામાં આવ્યા બાદ આજ તા. ૨૧ ના રોજ પ્રાઇવેટ બસમાં રાજકોટ આવતા મુસાફરોનું ગોંડલ ચોકડી ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી જ રહી છે. ઉપરાંત આજથી ગોંડલ ચોકડી ખાતે પણ મનપાની ટીમ દ્વારા જે લોકો શહેરની બહારથી આવે છે તેમનું હેલ્થ ચેકઅપ સ્થળ પર જ કરવામાં આવે છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીૅગ દરમ્યાન જો કોઇ પણ મુસાફરને શંકાસ્પદ લક્ષણો જણાય છે તો તેમને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે.