દારૂ-જૂગાર અને મારામારીના ૧૩ ગુનામાં સામેલ તન્વીર ઉર્ફ તનીયો મેમણ પાસામાં
જૂગારના અડ્ડા ચલાવતાં પકડાયે તેની સામે પણ પાસાની આગળ વધતી કાર્યવાહી : ક્રાઇમ બ્રાંચ અને અને પીસીબીની ટીમે કાર્યવાહી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૨૧: નવા કાયદા મુજબ હવે જૂગાર રમાડતાં પકડાય તેની સામે પણ પાસાનું શષા ઉગામવાનું શરૂ થયું હોઇ તે અંતર્ગત વધુ એકને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસામાં ધકેલી દીધો છે. જંગલેશ્વર-૧૭માં રહેતાં તન્વીર ઉર્ફ તનીયો રફિકભાઇ શીશાંગીયા (ઉ.વ.૩૮) નામના મેમણ શખ્સને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો છે.
આ શખ્સ વિરૂધ્ધ ભક્તિનગરમાં રાયોટ-મારામારી, જૂગારના બે ગુના, ગોંડલ તાલુકામાં જૂગારનો ગુનો, ડીસીબીમાં જૂગારના બે, આજીડેમમાં જૂગારનો એક, ભક્તિનગરમાં દારૂના પાંચ ગુના નોંધાઇ ચુક્યા છે. દારૂ-જૂગારના ગુનાની ટેવ ધરાવતો હોઇ અને અગાઉ પણ બે વખત પાસામાં જઇ આવ્યો હોઇ ફરીથી તેને પાસામાં ધકેલાયો છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, હેડકોન્સ. શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતે કામગીરી કરી હતી.