દાળ પકવાન, ઇડલીસંભાર, ચાઇનીઝ-પંજાબી ફુડ દુકાન ધરાવતા વેપારીઓ સહિત ૩૬ ની ધરપકડ

રાજકોટ તા. ર૦ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે ઇડલીસંભાર, દાળ પકવાનની રેકડી પાસે, પાન-કોલ્ડ્રીંકસ અને બેકરીની બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સના નીયમોનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૩૬ વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી.
એ ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન જનતા સોસાયટી શેરી નં.૧માંથી આશીષ જયંતીભાઇ ડોબરીયા તથા બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નં.૮ માં શ્રી શકિત ટી સ્ટોલ પાસે ગ્રાહકો એકઠા કરનાર ગોવિંદ અરજણભાઇ ટોળીયા, ભગવતીપરા મેઇન રોડ ચાની લારી ધરાવતા મહેશ ભાનુભાઇ દવે, માધવ પાન નામની દુકાન ધરાવતા ભીમજી મનુભાઇ બોરીચા, માર્કેટીંગ યાર્ડ પાસે જય ગોપાલ હોટેલ ધરાવતા રૂખડ નાજાભાઇ ભરવાડ, સંતકબીર રોડ પર લક્ષ્મી ડીલકસ પાન નામની દુકાન ધરાવતા દીપક હરીલાલ પીડવાણી, કે.ડી.ચોકમાં અર્જુન ડીલકસ પાન નામની પાન-બીડી-સોડાની દુકાન ધરાવતા નિલેશ અરશીભાઇ મેટવા, સંતકબીર રોડ ત્રીવેણી ગેઇટ પાસેથી હાર્દિક પાન નામની દુકાન ધરાવતા હિતેષ વલ્લભભાઇ પાનસુરીયા, કુવાડવા રોડ પર એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ પાસે મહાદેવ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા પરબત અરજણભાઇ મુંધવા, નવાગામ જુના જકાતા નાકા પાસેથી રીક્ષા ચાલક અશ્વીન રતીલાલભાઇ બારૈયા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં. ૬માં દેવતા ચાઇનીઝ એન્ડ પંજાબી ફુડ નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર રવી અશોકભાઇ મકવાણા, ચુનારાવાડ શેરી નં. ૩માં પ્રતિક બેકરી નામની દુકાન પાસેગ્રાહકો એકઠા કરનાર જીતેન નાનજીભાઇ બાંભણીયા, તથા ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ મેઘાણી ભવન પાછળ ખાવગલીમાં રાજા ચાઇનીઝ ફાસ્ટફુડ નામની દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનારા રમીઝરાજા મહંમદભાઇ રાઠોડ, તથા કુવાડવા રોડ પોલીસે જાબીયા ગામ ચોકમાંથી વલ્લભ માવજીભાઇ વઢવાણીયા, જયંતી ભનુભાઇ સોલંકી, રતનપર ગામાં કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી રામદેવસિંહ જીજુભા ઝાલા, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ચાલક રામજી મનુભાઇ અસાણી, કોઠારિયા ગામ રોલેકસ ચોકડી પાસેથી રીક્ષા ચાલક નિલેશ પ્રભુદાસભાઇ બાવાજી, તથા માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પર પી.ડી.એમ.કોલેજ પાસે મહાદેવ દાળ પકવાન નામની પાસે ગ્રાહકો એકઠા કરનારા ભાવેશ હરપાલભાઇ જરીયા, તીરૂપતી દાળ પકવાન નામની રેકડી ધરાવતા પાર્થ પ્રફુલભાઇ નીરંજની, જી.એસ.સાઉથ ઇન્ડીયન ઇડલીસંભાર નામની રેકડી પાસે ગ્રાહકો એકઠા કરનાર એલમાલા ગુણાશેખર આદીદ્રવીડ, જયંત કે. જી.મેઇન રોડ પર કોરન્ટાઇન કરેલા દીપક વસ્તાભાઇ પટેલ, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર સામે નકલંક ટી સ્ટોલ બહાર ગ્રાહકો એકઠા કરનાર કિશોર મુલચંદભાઇ થાવરણી, યશપાન નામની દુકાન ધરાવતા મીતુલ જેન્તીભાઇ રાજપુત, ગુજરાત પાન પાર્લર નામની દુકાન ધરાવતા હીતેષ રઘુભા રાઠોડ, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાનમઢી પાસેથી રીક્ષા ચાલક ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ગોહીલ, હનુમાનમઢી પાસેથી રીક્ષા ચાલક વીજય વીઠ્ઠલભાઇ મોરે તથા તાલુકા પોલીસે કણકોટ રોડ વગળ ચોક પાસેથી રીક્ષા ચાલક રમેશ દેવાયતભાઇ ડાંગર, મવડી હેડકવાર્ટર પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા કમલેશ ભુરાભાઇ સાગઠીયા, ભરતહીરાભાઇ ચૌહાણ, વાલજી દેવાભાઇ ચૌહાણ, બાપાસીતારામ ચોક નજીક નંદનવન સોસાયટી પાસે રામદેવ ડીલકસ એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા હિરેન જેન્તીભાઇ રાંક, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ પર હેરીટેજ પાન નામની દુકાન ધરાવતા રોનક હરકિશનભાઇ રૂપાપરા, શ્રીજી ડીલકસ પાન નામની દુકાન ધરાવતા દિનેશ મેરામણભાઇ જોટવા, રામાપીર ચોકડી પાસે જય માતાજી ફુડ નામની લારી ચલાવતા પ્રકાશ બચુભાઇ ઢડાણીયા, યુનિવર્સિટી રોડ પર અક્ષર ઝેરોક્ષ નામની દુકાન ધરાવતા ગૌતમ રાજેશભાઇ વોરા, પુષ્કરધામ રોડ આલાપ સેન્ચ્યુરીની સામે ખોડીયાર ડેરી નામની દુકાન ધરાવતા ખોડા ગોકળભાઇ લુણાગરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.