News of Monday, 21st September 2020
રણછોડનગરમાં માનસીક બીમારીની વધુ ટીકડી પી જતા વર્ષાબેન રૂપારેલીયાનું મોત
સાતડા પાસે વાડીએ વીજકરંટ લાગતા શીતલબેન સદાડીયાનું મોત

રાજકોટ,તા.૨૧ : રણછોડનગર કોમ્યુનીટી હોલ પાસે રહેતી મહિલાએ માનસીક બીમારીના કારણે બીમારીની વધુ પડતી ટીકડી પી લેતા મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ રણછોડનગરમાં કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા વર્ષાબેન બાબુભાઇ રૂપારેલીયા (ઉવ.૪૦)એ માનસીક બીમારીના કારણે માનસીક બીમારીની વધુ પડતી ટીકડી ખાઇ લેતા તેને સારવાર માટે હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે તે છેલ્લા બે વર્ષથી માનસીક બીમારી થી પીડાતા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ.કોન્સ. હિતષભાઇ તથા રાઇટર હિતેષભાઇ કોઠીવાલે તપાસ હાથ ધરી છે.
(3:15 pm IST)