રૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
જામનગરનો રહેશ યુવાને રાજકોટમાં મકાન ભાડે રાખી દારૂ વેચવાની પેરવી કરવા વિદેશી દારૂની ૮૦ બોટલ સાથે પકડાઈ ગયો

રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર ખુરસીદ એહમેદની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ પ્રવિણકુમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા પશ્ચિમ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમા દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવાની સુચના મુજબ પો.સ.ઇ. બી.જી.ડાંગર તથા એ.એસ.આઇ. ડી.વી.બાલાસરા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ગોહિલ તથા પો.કોન્સ મહિપાલસિંહ જાડેજા તથા રવિભાઇ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણને પેટ્રોલીંગ દરમ્યાન પો.સ.ઇ. બી.જી.ડાંગર તથા પો.કોન્સ રવિભાઇ ગઢવીને બાતમી આધારે એક ઇસમ ને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી :- (૧) સંજયભાઇ ભીખુભાઇ શીયાર – બંસી સોસાયટી ઇન્દ્રપ્રસ્થ રૈયારોડ જયેશભાઇ રજપુત ના મકાન મા ભાડે થી રાજકોટ મુળગામ જામનગરવાળાની ધરપકડ કરેલ છે.
આરોપી નો ગુનાહિત ઇતીહાસ : અગાઉ જામનગર જીલ્લામા તથા ડી.સી.બી. પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે. પ્રોહિબીશન ના ગુનાહ મા પકડાયેલ છે.
આરોપી પાસેથી 8 પીએમ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ. કંપની શીલ પેક પ્લા. ની બોટલ નંગ-૬૦
(૨) હેવર્ડસ ફાઇન વોડકા બ્રાન્ડની ૧૮૦ એમ.એલ. કંપની શીલ પેક પ્લા. ની બોટલ નંગ-૨૦
કુલ વિદેશી દારૂ ની બોટલ નંગ-૮૦ કિં.રૂ.કિં.રૂ.૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર આર.એસ.ઠાકર , પો.સ.ઇ. બી.જી.ડાંગર તથા એ.એસ.આઇ. ડી.વી.બાલાસરા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ગોહિલ તથા પો.કોન્સ મહિપાલસિંહ જાડેજા તથા રવિભાઇ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણે કરી હતી.