સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જયદેવ ઉનડકટએ કરી સગાઈ
જૂનાગઢ રીની પ્રદીપભાઈ કંટારીયા સાથે સગાઇ કરી : ચેતેશ્વર પુજારા સહિતની હાજરી

રાજકોટ : સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનારા કેપ્ટન જયદેવ ઉનડકટ હવે નવી ઈનિંગ રમવા જઈ રહ્યા છે. તેમણે જૂનાગઢના રિન્ની સાથે સગાઈ કરી હતી. ૨૮ વર્ષીય જયદેવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સગાઈની જાહેરાત કરી હતી
. ભારતના આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને પોતાના હોમગ્રાઊન્ડમાં ઐતિહાસિક જીત મેળવી હતી
જયદેવ ઉનડતટની સગાઈ પર તેના સૌરાષ્ટ્રના ટીમમેટ ચેતેશ્વર પુજારાએ પણ તેણે શુભેચ્છાઓ આપી છે. પુજારાએ ઉનડકટ અને તેની મંગેતર રિની સાથે તસવીર પોસ્ટ કરી છે.
ઉનડકટે રણજી ટ્રોફી સીઝન ખૂબ જ સારી રહી છે. તેણે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રણજીમાં એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે સેમીફાઈનલ સુધીમાં 65 વિકેટ ઝડપી હતી. આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જે 1998-99માં બન્યો હતો. (તસ્વીર - હિરેન સોઢા)