News of Monday, 16th March 2020
સમર્પણ કોમ્પલેક્ષમાં એક મિલ્કત સીલઃ ર૧ મિલ્કતોને જપ્તીની નોટીસઃ ૩૯ લાખની આવક

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનથી વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા મીલ્કત સીલ, જપ્તીની નોટીસ, હરરાજી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વેય આજે વોર્ડ નં. ૭ માં સમર્પણ કોમ્પલેક્ષમાં એક મીલ્કતનો બાકી વેરો વસુલવા સીલ કરવામાં આવી છે. તેમજ ત્રણેય ઝનોમાં ર૧ મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. આજે રૂ. ૩૮.૯પ લાખની આવક થવા પામી છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
(4:07 pm IST)