મીનુ જસદનવાલા સંપાદીત 'ઈન્ક એડવેન્ચર્સ' પુસ્તક વિમોચન

રાજકોટ,તા.૧૬: આગામી તા.૨૧ માર્ચના રાજકોટના તથા રાજકોટ બહારના સાહિત્ય પ્રેમીઓ અને યુવા કવિ લેખક મિત્રો દ્વારા ગદ્ય- પદ્ય પુસ્તક કે જેમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં લખાણ પ્રકાશિત થયેલ છે. તેનું પુસ્તક વિમોચન થવા રહ્યું છે. અલગ- અલગ વિષયો ઉપર કવિ લેખકોએ પોતાના લખાણો રજુ કર્યા છે.
તદ્દઉપરાંત ઝીઓફીન સાહુ, પ્રેમકુમાર કોઠારીયા, નંદીની સોની, જુમના વજીહી, માધુરી વઘાસણા, દિશા લાઠીગરા, મૈત્રયી વૈશ્નવ, કિરણ દવે, હિમાદ્રી છાટબાર, સુરભી પરમાર, ગૌરવ દેગામડીયા, નિયતી પારેખ, ભાવિકા કાછડીયા, હિયા ચોટલીયા, હેના કુલકર્ણી, જૈમિશ ઠકરાર, ધૃતિકાબા રાઠોડ અને અંજના ગોસ્વામી. આ તકે યોજાનાર પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લેનાર કવી લેખકોનું સન્માન પણ કરવામાં આવશે. કાર્યક્રમ સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન, ૨- જલારામ, યુનિવર્સીટી રોડની બાજુમાં, ૨૧માર્ચે સાંજે ૫:૩૦ વાગ્યાથી યોજાનાર છે. ઈચ્છુક સાહિત્ય પ્રેમીઓને આ કાર્યક્રમ માંણવા નિઃશુલ્ક આમંત્રણ અપાયું છે.
વધુ વિગત માટે મિનુ જસદનવાલા (મો.૯૨૨૮૧ ૯૧૯૧૯) અથવા રવિ ચોટાઈનો સંપર્ક કરવો.