સિંધી સોશ્યલ યુવા ગ્રુપ દ્વારા ચૈટીચંડ મેલા મહોત્સવની ઉજવણી મોકૂફ
ચૈટીચંડ ઉજવવા આપેલ ફાળો પરત લેવા કરાયો અનુરોધ

રાજકોટ, તા. ૧૬ : છેલ્લા વીસ વર્ષથી ધામધૂમથી સિંધી નવ વર્ષ અને ચેટી ચંડની ભવ્ય ઉજવણી સિંધી સોશ્યલ યુવા ગ્રુપ તરફથી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાટીયા બોર્ડીંગ ખાતે ચૈત્રી બીજની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ તા.૨૫ના બુધવારના રોજ રાખવામાં આવેલ. પરંતુ કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો રોકવાના આગમચેતી પગલા સ્વરૂપે રાજય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે સીંધી સોશ્યલ યુવા ગ્રુપ જંકશન પ્લોટ દ્વારા નવ વર્ષ અને ચૈત્રીબીજની ઉજવણી મોકુફ રાખવામાં આવેલ છે.
સિંધી સોશ્યલ યુવા ગ્રુપના આ આયોજનને સફળ બનાવવા માટે હરેશભાઈ વાઘવાણી, રાજુભાઈ દરીયાનાણી, સોનુભાઈ આહુજા, રાજુભાઈ ઉદાણી, સુનિલભાઈ ટેકવાણી, મહેન્દ્રભાઈ વાઘવાણી, જીતેન્દ્રભાઈ ગોપલાણી, શંકરભાઈ વશીયાણી, જીતુભાઈ રોય, ચંદ્રેશભાઈ લોંગણી, મહેશભાઈ વધીયા, ચંદ્રેશભાઈ ટેકવાણી, દિનેશભાઈ જગવાણી, રાજેશભાઈ પોપટાણી, રજનીશભાઈ ટોપણદાસાણી, સંતોષભાઈ લાખાણી, વિજયભાઈ કુકરેજા વિ.એ આભાર વ્યકત કરાયાનું જણાવાયુ છે. આ સેવાકાર્યમાં અનુદાન આપેલ સૌએ પરત લઈ જવા યાદીમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે મો.૯૮૨૫૨ ૭૬૦૫૫/ ૯૮૨૫૭ ૬૨૬૯૧ ઉપર સંપર્ક કરવો.(૩૭.૧૫)