રવિ રાંદલ ફિલ્મ્સ દ્વારા શોર્ટ ફિલ્મ 'લીવ ઈન રિલેશનશીપ'

રાજકોટ : રવિ રાંદલ ફિલ્મસ દ્વારા 'લીવ ઈન રીલેશનશીપ' શોર્ટ ફિલ્મ બનાવાઈ રહી છે.
આ શોર્ટ ફિલમની વાર્તા કંઈક એવી છે કે મહાનગરોમાં ભાગદોડવાળી જીંદગી વચ્ચે લોકો કેરીયર બનાવવા વહેલા લગ્ન કરી જવાબદારી લેવાનું ટાળતા હોય છે. પરંતુ માણસ એક સામાજીક પ્રાણી હોવાથી હૂંફ અને લાગણી મેળવવા લીવ ઈન રીલેશનશીપમાં રહેવા મંડે છે. કયારેક આ સંબંધો ધીમે - ધીમે લગ્નમાં પરીણમતા હોય છે. પરંતુ ફરી એ જ ભાગદોડવાળી જીંદગી અને કેરીયર બનાવવાની ઈચ્છા અને ચિંતામાં ઘણી વખત સંબંધોમાં બેલેન્સ જળવાતુ નથી અને સંબંધો તૂટે છે. આવા સમયે કોઈ આ વેદનાથી તૂટી જાય છેે અને સ્યુસાઈડ કરે છે જયારે કોઈ કોઈ આ વેદનાને નજર સમક્ષ રાખી પોતાની કારકિર્દી બનાવવા લાગી જાય છે અને સફળ વ્યકિતત્વ તરીકે સમાજમાં આગળ આવે છે.
માણસની માણસ પ્રત્યેની સંવેદના દર્શાવતી લીવ ઈન રીલેશનશીપ સ્ટોરી પરથી સંબંધ અને કારકિર્દી વચ્ચે બેલેન્સ જાળવી કારકીર્દી બનાવવાની વાત કહી છે.
આ શોર્ટ ફિલ્મમાં લીડ રોલમાં ચાંદની પરમાર, અંજલી વાઘેલા રાજપૂત, સુમોના દત્તા ગુપ્તા, રાહુલ તોમર વગેરે કલાકારોએ અભિનય આપ્યો છે. ડીરેકશન હિતેષ ગણાત્રા, એડીટીંગ કરન ઠક્કર, સોહીલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યુ છે. ડી.ઓ.પી. તરીકે પારસ શાહે કેમેરાના કચકડે સીન સજાવ્યા હોવાનું યાદીમાં જણાવાયુ છે.