રાજકોટ
News of Monday, 16th March 2020

જીવરાજનગરીમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

વોર્ડ નં. ૧૧ માં આવેલ જીવરાજનગરીમાં કોર્પોરેટની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું કામ શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવીયાના હસ્તે આ ખાતમુહુર્ત કરવામાં આવેલ તે સમયે દિગ્વીજયસિંહ ચાવડા (પ્રમુખ), જીજ્ઞેશ કોઠારી (ઉપપ્રમુખ), પિનાકીન પંડયા (મંત્રી), હિરેનભાઇ, હિતેષભાઇ,  જેતનભાઇ, અજીતભાઇ, દયાળજીભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૨)

(3:51 pm IST)