News of Monday, 16th March 2020
ડરવું નહિં પણ સાવચેતી જરૂરી.. : એરપોર્ટ - રેલ્વે સ્ટેશનમાં માસ્ક પહેરી ફરજ બજાવતા કર્મચારીઓ

રાજકોટ : દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ આ ભયંકર રોગે પગપેસારો કર્યો છે. જાહેર કાર્યક્રમો રદ્દ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ સાવચેતી દાખવાઈ રહી છે. ઉકત તસ્વીરોમાં રેલ્વે સ્ટેશન અને એરપોર્ટમાં સ્ટાફ માસ્ક પહેરી ફરજ બજાવી રહેલા દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:50 pm IST)