ઠંડીમાં ઘટાડો-ગરમી વધી

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં ઘટાડો થયો છે જયારે ગરમીમાં વધારો થયો છે.
ધીમે-ધીમે ઉનાળાનો પ્રારંભ થતો હોય તેવો માહોલ અનુભવાઇ રહ્યો છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.
જુનાગઢ સહિત સોરઠમાં પવનને લઇ લોકો પરેશાન થઇ ગયા છ.ે
શનીવારથી ફુંકાતો પવન આજે પણ યથાવત રહેલ છે. આજે સવારે જુનાગઢ ખાતે પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૩ કિ.મી.ની નોંધાઇ હતી.
સતત પવન ફૂંકાતો હોવાથી અને ધુળની ડમરી ઉડતી હોવાના કારણે લોકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.
પવનના કારણે જુનાગઢ લઘુતમ તાપમાન વધીને ૧૬.૮ ડીગ્રી નોંધાતા ગુલાબી ઠંડી પણ ગાયબ થઇ ગઇ છે સાથે સાથે ભેજનું પ્રમાણ પણ ઘટીને બાવીસ ટકા થઇ જતા ઠંડક પણ ઓછી થઇ ગઇ છે.
જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૧ મહત્તમ ૧૯.પ લઘુતમ ૪ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૯ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.