સનસાઇન કિડ્સ કાર્નિવલ : વિવિધ પ્લે ગ્રુપ્સના બાળકોએ ભરપુર આનંદ લુંટયો

રાજકોટ : સનસાઇન સ્કુલ દ્વારા તાજેતરમાં 'સનસાઇન કિડ્સ કાર્નિવલ' નું આયોજન કરાયુ હતુ. શહેરના નામાંકિત ફનલેન્ડ પ્લેગ્રુપ, વિકેન પ્લેગ્રુપ, રાઇઝિંગ સ્ટાર પ્લેગ્રુપ, મીરન્ડા પ્લેગ્રુપ, બ્લુમીંગ કિડ્સ પ્લેગ્રુપ, કિડ્સઝોન પ્લેગ્રુપ વગેરેમાંથી ૩૦૦ થી વધારે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સનસાઇન કિડ્સ કાર્નિવલ ૨૦૨૦ માં બાળકો માટે ડાન્સ, પેઇન્ટીંૅગ, સ્ટોરીટેલિંગ, મેમરીગેમ, ફેન્સીડ્રેસ, શ્લોક રેસીટેશન, લિસનિંગ એન્ડ એકસપ્લોરીંગ, ફોનિકસ જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ઇનામો આપી પ્રોત્સાહીત કરાશે. કાર્યક્રમમાં બાળકો, વાલીઓ, પ્લેગ્રુપના ઓનર્સ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બૃનાવવા સનસાઇન સ્કુલના રવા વિલાસના કર્મચારીગણે તેમજ ટ્રસ્ટી સિંથિયા માથુર મેડમ, શ્યામ માથુર સર, સંસ્થાના ચેરમેન મીનેશ માથુર વગેરેએ જહેમત ઉઠાવી હતી. સ્પર્ધકો અને મહેમાનોને સનસાઇલ સ્કુલના પ્રિન્સીપાલ સમીના માથુર મેડમે આવકાર્યા હતા. સમગ્ર સંચાલન સ્કુલના સીનીયર ટીચર અમિત આશરે કર્યુ હતુ.