બામણબોર જી.આઇ.ડી.સી.માં કુવાડવા પોલીસનો દરોડોઃ જુગાર રમતા છ પકડાયા
પરનબ ગોગોઇ, કૃષ્ણવિરસિંગ ચૌહાણ, કરણ ગોગોઇ, રમેશ રજત, સંતોષ ઇદ્દમ અને શિવનાથદાસની ધરપકડ
રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ બામણબોર જી.આઇ.ડી.સી.માં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ. એમ. વી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી. પી. મેઘલાતર, હેડ કોન્સ. જે. એમ. ઝાલા, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, દેવેન્દ્રસિંહ જાડેજા, રોહીતદાન ગઢવી, નીલેષભાઇ વાવેચા તથા રઘુવીરભાઇ ઇસરાણી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. મેહુલભાઇ, રોહીતદાન અને રઘુવીરભાઇને મળેલી બાતમીના આધારે બામણબોર જીઆઇડીસીમાં ગ્રીન પ્લાય નામના કારખાનાની પાછળ દરોડો પાડી જુગાર રમતા પરનબ મીઠુલભાઇ ગોગોઇ (ઉ. ૩૦) (ગ્રીની પ્લાય કંપનીમાં બામણબોર જીઆઇડીસીમાં), કૃષ્ણવિરસિંગ ચરનસિંગ ચૌહાણ (ઉ.વ. ૪૩) (રહે. કુવાડવા ગામ બાલાજી પાર્ક શેરી નં. ૧), કરણ પ્રદિપભાઇ ગોગોઇ (ઉ.વ. ર૭) (રહે. એફ.એફ. ૧૩ ગ્રીન પ્લાય કંપનીમાં બામણબોર), રમેશ જલ્લાભાઇ રજત (ઉ.વ.રર) (રહે. ગ્રીની પ્લાય કંપનીમાં બામણબોર) સંતોષ અપ્પારાવ ઇદમ (ઉ.વ.૩૦) (રહે. ગ્રીન પ્લાય કંપની બામણબોર) અને શિવનાથ ફુલચંદભાઇ દાસ (ઉ.વ.૪૦) (રહે. બામણબોર કાળુભાઇ ભરવાડનાં મકાનમાં) ને પકડી લઇ રૂ. ૩૮,૮૦૦ની રોકડ તથા મોબાઇલ મળી રૂ. ૬૮૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.