રાજકોટ
News of Monday, 16th March 2020

માથાના દુઃખાવાથી કંટાળી ગદાધર સોસાયટીની નવોઢા એસિડ પી ગઇ

૮ માસ પહેલા જ પરણેલી નિકીતા સરવૈયા સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૬: કોઠારીયા ગદાધર સોસાયટીમાં રહેતી નિકીતા સુનિલ સરવૈયા (ઉ.વ.૧૯) નામની કોળી પરિણીતાએ રાત્રે સાડા બારેક વાગ્યે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રામજીભાઇ પટેલે આજીડેમ પોલીસને જાણ કરી હતી. નિકીતાના માવતર જુનાગઢના સુખપુરમાં રહે છે. તેણીના લગ્ન આઠ મહિના પહેલા જ થયા છે. પતિ ડ્રાઇવીંગ કરે છે. માથુ દુઃખતું હોવાથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. તેણી બે ભાઇની એક જ બહેન છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)