પતિએ દ્વારકા ફરવા લઇ જવાની ના કહી દેતાં રીનાબેન ભટ્ટે બ્લેડથી છરકા કર્યા
રેલનગર સાધુવાસવાણી કુંજના મહિલાને સારવાર અપાઇ
રાજકોટ તા. ૧૬: રેલનગર સાધુ વાસવાણી કુંજમાં રહેતાં રીનાબેન મયુરભાઇ ભટ્ટ (ઉ.વ.૩૮) નામના મહિલાએ ગઇકાલે સાંજે ચારેક વાગ્યે પોતાના ઘરે હાથ પર બ્લેડથી ઇજા કરી લેતાં સારવાર માટેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રીનાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને એક સંતાન છે. તેણીના માવતર અમદાવાદ રહે છે. મયુરભાઇના માતા-પિતા બેંગ્લોર ગયા છે. રીનાબેને પોતાને દ્વારકા ફરવા લઇ જવાનું કહેતાં પતિએ ત્યાં નહિ પણ બેંગ્લોર લઇ જશે તેમ કહેતાં મનદુઃખ થયું હતું. એ પછી મયુરભાઇ સંતાનને લઇ બહાર ગયા ત્યારે રીનાબેને રૂમ બંધ કરી બ્લેડથી છરકા કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પતિ મયુરભાઇ સિમેન્ટ કંપનીમાં સેલ્સમેન છે. આઠેક માસથી બંને રાજકોટ રહેવા આવ્યા છે. (૧૪.૫)