સોખડા નજીક રોડક્રોસ કરતી વખતે ઇકોએ બાઇકને ઉલાળતા પ્રૌઢનું મોત
નવાગામ (આણંદપર)ના કોળી પ્રૌઢ વિરજીભાઇ મિત્ર સાથે ચા-પાણી પીવા માટે જતા'તા
રાજકોટ તા. ૧૬ : કુવાડવા રોડ પર સોખડા ચોકડી નજીક રોડક્રોસ કરી રહેલા બાઇકને ઇકોના ચાલકે હડફેટે લેતા કોળી પ્રૌઢનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી વિગત મુજબ નવાગામ (આણંદપર) માં દિવેલીયાપરા હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતા ભાવેશભાઇ વિરજીભાઇ સાસકીયા (ઉ.રપ) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે વેકસનું કામ કરેલ છે પોતે બેભાઇઓ એક બહેન છે પિતા વિરજીભાઇ સીમેન્ટના કારખાનામાં મજુરી કામ કરતા હતા. ત્રણ દિવસ પહેલા પોતે પોતાના ઘરે હતી ત્યારે પીતા વીરજીભાઇ મજુરી કામેથી ઘરે આવેલ અને થોડીવાર બાદ તે સોખડા બાયપાસ રોડ ઉપર આવેલ ચામુંડા હોટલે ચા-પાણી પીવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ રાત્રે પોતાના મોટાબાપુના દીકરા ભરતભાઇનો પોતાના મોબાઇલ પર ફોન આવેલ કે તેઓ સોખડા બાયપાસ રોડ પર ચામુંડા હોટલે ચા-પાણી પીતા હતા ત્યારે તારા પિતાજી સામેની સાઇડેથી કોઇના બાઇક પાછળ બેસીને હોટલ તરફથી દિવેલીયા જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સોખડા ચાર રસ્તા તરફથી બેડી ચોકડી જતા ઇકો કાર નં. જે.જે.૩ એચ.આર. ર૪૯૧ ના ચાલકે પુરઝડપે મોટર સાયકલને હડફેટે લેતા વિરજીભાઇ ફંગોળાઇ ગયા હતા અને તેને માથામાં તથા શરીરે ઇજા થયેલ છ.ે તેમ જણાવતા પોતે નાનાભાઇ શૈલેષ સાથે તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા બાદ પિતા વીરજીભાઇને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તપાસનીસ તબીબો તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.પી. મેઘવાળે ઇકો કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.