આજીડેમ ચોકડી નજીક 'હિટ એન્ડ રન': અજાણ્યા યુવાનનો જીવ ગયો

રાજકોટ તા. ૧૬: આજીડમ ચોકડીથી કિસાન ગોૈ શાળા તરફ જવાના રસ્તા પર સાંજે આઠેક વાગ્યે અજાણ્યો આશરે ૩૦ થી ૩૨ વર્ષનો યુવાન કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રામજીભાઇએ જાણ કરતાં આજીડેમના પીએસઆઇ સી. એસ. આસુન્દ્રા અને કોૈશન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારે બ્લુ રંગનું ટી-શર્ટ પહેર્યુ છે. જેમાં લાલ પટ્ટા છે. મૃતકની ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ પરિચીત, સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મૃતકને કોઇ વાહન ચાલક ઠોકરે લઇને ભાગી ગયાની પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી.