સેનેટાઇઝર - માસ્કના કાળાબજાર સામે પુરવઠા - તોલમાપના મેડીકલ સ્ટોર ઉપર દરોડાઃ બીલોની તપાસણી : હાલ નીલ રીપોર્ટ
વધારે ભાવ લેતા કોઇને પણ નહી છોડવા કલેકટરનો આદેશઃ તુર્ત જ બધુ સીલ કરો

રાજકોટ તા. ૧૬: કોરોનાને કારણે રાજકોટના મેડીકલ સ્ટોરવાળા સેનેટાઇઝર - માસ્કના વધારે ભાવો પડાવા હોવાની ફરિયાદો બાદ કલેકટરની સૂચનાથી ડીએસઓના માર્ગદર્શન હેઠળ ગઇકાલે સાંજથી રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર અને તોલમાપના ખાતાએ શહેરના માતબર મેડીકલ સ્ટોર ઉપર દરોડાના દોર શરૂ કર્ર્યો હતો.
તોલમાપના અધિકારી દિલીપ માંકડીયા , પુરવઠાના ચીફ સપ્લાઇ ઈન્સપેકટર , હસમુખ પરાસાણીયા, કિરિટસિંહ ઝાલા , તોલમાપના ઈન્સપેકટર રાઠોડ તથા અન્યો દ્વારા વિદ્યાનગર મેઇન રોડ ઉપર ગાયત્રી મેડીકલ સ્ટોર (મેઇન) ગાયત્રી મેડીકલ સ્ટોર (બ્રાંચ), શ્રધ્ધા મેડીકલ અને મિલપરન મેઇન રોડ પર આપેલ હોલસેલ વેપારી શુભ મેડીકલ તથા અન્ય સ્થળે તપાસ હાથ ધરી હતી., ખરીદી - વેચાણ - તથા એમઆરપી કિંમત તપાસાઇ હતી, હાલ કશું વાંધાજનક મળ્યુ ન હતુ, આ પછી ડીએસઓનો રિપોર્ટ કરાયો હતો.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરની રેમ્યા મોહને તપાસણી ચાલુ રાખવા , વધારે ભાવો લેતા કોઇને પણ નહી છોડવા અને તુર્ત જ બધુ સીલ કરી દેવાનો આદેશ કર્યો છે.