News of Monday, 16th March 2020
કુવાડવા રોડ શ્રીરામ પાર્કમાં હીરાના વેપારીના ઘરમાંથી 18 લાખના ચાઈનીઝ સ્ટોનની ચોરી
નીચેના રૂમના તાળા નકુચા કોઈ તોડી 60 ચાઈનીઝ સ્ટોન ચોરી ગયું હ

રાજકોટ: શહેરના કુવાડવા રોડ પર શ્રીરામ પાર્કમાં સામતભાઈ રજપૂતના મકાનમાં ભાડેથી રહેતા મૂળ યુપીના રામપૂજનભાઈ મહાદેવભાઈ વર્માના ઘરમાંથી કોઈ 18 લાખની કિંમતના 60 નંગ ચાઈનીઝ સ્ટોન ચોરી જતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગત 14મીએ ફરિયાદી રામપૂજન વર્મા તથા હેલ્પર બ્રિજેશ યાદવ રાત્રે નવેક વાગ્યે કારખાનું બંધ કરી ઉપરના રૂમમાં જમીને સુઈ ગયા હતા. એ દરમિયાન નીચેના રૂમના તાળા નકુચા કોઈ તોડી 60 ચાઈનીઝ સ્ટોન ચોરી ગયું હતું. જેની કિંમત 18 લાખ થાય છે. બી ડિવિઝન પીઆઇ વી.જે. ફરનાન્ડિઝ અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.
(6:17 pm IST)