શહેરના ૯૮ વેપારીઓ પાસેથી ૬ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ર૮ હજારનો દંડ

રાજકોટ તા.૪ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ ર૦ર૧ અન્વયે તા.૦૩ના ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવાની તથાગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૩ના ત્રણેય ઝોનમાંથી કુલ ૯૮ આસામીઓ પાસેથી ૬.ર૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.ર૭૯પ૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.