રાજકોટ
News of Sunday, 5th May 2024

વધુ એક બૂટલેગર પાસામાં: ચામુંડા નગરનો મોહિત જામનગર જેલહવાલે

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ એસ. ડી. ગીલવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ બજવણી કરી

રાજકોટ તા. ૪: શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ વધુ એક શખ્‍સને પાસા તળે જેલહવાલે કરી દીધો છે. કુવાડવા રોડ પર ચામુંડાનગર-૩માં રહેતાં મોહિત બટુકભાઇ બારૈયા (ઉ.વ.૩૨)ને પાસા તળે જામનગર જેલમાં ધકેલી દેવાયો છે.

મોહિત બારૈયા વિરૂધ્‍ધ તાલુકા પોલીસ સ્‍ટેશન, ભક્‍તિનગર, સુરેન્‍દ્રનગર, રાજકોટ ડીસીબી, સુરત, કુવાડવા પોલીસ સ્‍ટેશન, આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં મળી દારૂ સહિતના નવ કેસ નોંધાયા હતાં. ચૂંટણી ટાણે દારૂની બદ્દી નાબુદ થાય એ હેતુથી આ શખ્‍સને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત ભક્‍તિનગર પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ મંજુર કરી હતી.

પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીઆઇ એસ. ડી. ગીલવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી અને કોન્‍સ. યુવરાજસિંહ રાણા, જયદિપસિંહ જાડેજા તથા પીસીબી પીઆઇ એસ. એસ. રાણે, હેડકોન્‍સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્‍વામીએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(1:15 pm IST)