રાજકોટ
News of Sunday, 5th May 2024

થાનના કાનપરમાં ‘તને કોની હવા છે?' કહી ચંદુ પર હુમલો

સૂરજ, કાળુ, દેવાએ ધારીયા-પાઇપના ઘા ઝીંકયા

રાજકોટ તા. ૪: થાનગઢના નવાગામમાં રામજી મંદિર પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં ચંદુ મનાભાઇ મીઠાપરા (ઉ.વ.૩૦)ને સાંજે નજીકના કાનપર ગામે હતો ત્‍યારે અમરાપર ગામના સૂરજ, કાળુ, દેવા સહિતે ધારીયા પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

ચંદુના કહેવા મુજબ પોતે કાનપર ગામે હતો ત્‍યારે સુરજ સહિતનાએ અગાઉના મનદુઃખને કારણે માથાકુટ કરી ‘તને કોની હવા છે?' તેમ કહી ઝઘડો કર્યો હતો અને ગાળો દીધી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નીકોલા અને ભાવેશભાઇ મકવાણાએ થાન પોલીસને જાણ કરી હતી.

(11:18 am IST)