રાજકોટ
News of Sunday, 5th May 2024

કાલે રાજકોટમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં સ્વાભિમાન રેલી : સ્કૂટર અને કાર લઈને મોટી સંખ્યામાં લોકો જોડાશે

રાજકોટ તા.૪ :કાલે રાજકોટમાં રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં સ્વાભિમાન રેલી યોજાશે. જેમાં સ્કૂટર અને કાર લઈને મોટી સંખ્યામાં લોકો જોડાશે.

      કાલેતા.૦૫/૦૫/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૮.૩૦ કલાકે ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતેથી સ્વાભિમાન રેલીનો પ્રારંભ થશે અને  રેલી કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમ મંદિર સુધી આયોજન કરેલ છે.

 બહોળી સંખ્યામાં જોડાવા 

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશભાઈ ધાનાણી તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ નિમંત્રણ પાઠવ્યું છે.

 

(11:40 pm IST)