રાજકોટ
News of Saturday, 4th May 2024

કોઠારીયા રોડ નીલકંઠ સિનેમા પાસે તીનપતી રમતા છ શખ્‍સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ છ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા.૪: કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડકોન્‍સ.નરેન્‍દ્રભાઇ ભદ્રેચા તથા કોન્‍સ.અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્‍ટાફે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કોઠારીયા રોડ મેહુલનગરના ચંદુ વજુભાઇ કોટક, ઘનશ્‍યામનગર શેરીનં.રના જીતુ ચુનીભાઇ ગોૈસ્‍વામી, જંગલેશ્વર શેરી નં.૯ ના અબ્‍દુલ ઇસ્‍માઇલભાઇ ડેલા, ન્‍યુસાગર સોસાયટી શેરી નં.૧ ના લાભુ ડાયાભાઇ  ખુંગલા, મોરારીનગર શેરી નં.૧ના હિતેષ દલસુખભાઇ ઉમરાણીયા અને કોઠારીયા રોડ સોમનાથ પાર્ક શેરી નં.૫ના દિનેશ શાંતીલાલભાઇ માખેચાને પકડી લઇ રૂા.૬,૬૯૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી

(3:31 pm IST)