રાજકોટ
News of Saturday, 4th May 2024

ચામુંડા સોસાયટીના મહિલાનું હૃદય ધબકારા ચુકી જતાં મોત

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ચામુંડા સોસાયટી-૨માં રહેતાં હંસાબેન લાલજીભાઇ નંદેસરીયા (ઉ.વ.૫૪) બપોરે સાડા બારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(3:28 pm IST)