રાજકોટ
News of Saturday, 4th May 2024

શહેરના ગોડાઉન રોડ પર મંજુરી કરતા વધુ ડાળીઓનું છેદનઃ વિરોધ

નપા અને પોલીસ દોડીઃ બિલ્‍ડરને નોટીસ

રાજકોટ : શહેરના ટાગોર માર્ગ, ગોડાઉન રોડ પરના એક ખાનગી પ્‍લોટમાં બાંધકામ માટે ૬ ઝાડ કાપવા મનપાની મંજૂરી લીધી હતી. પણ વધુ ડાળી કાખ્‍યાની જાણ કોર્પો. અને પોલીસને થતા તેઓ રૂબરૂ સ્‍થળ તપાસ કરી તો જીઇબી પાસે નડતર રૂપ કપાવ્‍યાનું કહયું, આથી નોટીસ આપી આધાર સાથે જવાબ માંગશે તેમ ઇન્‍ચાર્જ  મનપાના ગાર્ડન ડાયરેકટર ડો. હિરપરાએ જણાવ્‍યું હતું.

(3:27 pm IST)