રાજકોટ
News of Saturday, 4th May 2024

ઝાંસી લક્ષ્મીબાઇ મહિલા શરાફી મંડળીના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૪: રાજકોટની જાણીતી મંડળી શ્રી ઝાંસી લક્ષ્મીબાઇ મહીલા શરાફી સહ મં. લી.ના બાકીદાર અલ્પાબેન સુધરીભાઇ સોલંકી ના એ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે મંડળીએ અત્રેની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ કરેલ જે કેસ ચાલી જતા જજ શ્રી વાય. બી. ગામીતે આરોપી અલ્પાબેન સુધીરભાઇ સોલંકીને ૧-વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ રૂા. ૯૬,૬૯૮-૦૦ નું વળતર ફરીયાદી મંડળીને એક ૧-(માસ)માં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. જો આ વળતરની રકમ આરોપી ન ચુકવે તો વધુ ૬-માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવતા મંડળીઓના તમામ બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કેસની હકીકત ટુંકમાં એવી છે કે અલ્પાબેન સુધીરભાઇ સોલંકી રહે. રાજકોટવાળાએ રાજકોટની શ્રી ઝાંસી લક્ષ્મીબાઇ મહીલા શરાફી સહ મં. લી.ના સભાસદ દરજજે લોન લીધેલ સદરહું લોનની બાકી રકમ ચુકવવાએ મંડળીને રૂા. ૯૬,૬૯૮-૦૦ નો ચેક આપેલ. જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદી મંડળીએ તેમના એડવોકેટ મારફત આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીના એડવોકેટની તમામ દલીલો અને સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઇકોર્ટના ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ધ્યાને લઇને રાજકોટના ચીફ જયુ. મેજી. સાહેબ શ્રી વાય. બી. ગામીતે આરોપી અલ્પાબેન સુધીરભાઇ સોલંકીને દોષીત ઠરાવીને ૧-વર્ષનીસાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૯૬,૬૯૮-૦૦ નું વળતર ફરીયાદી મંડળીને ૧-(એક) માસમાં ચુકવી આપવાનો હુકમ અને જો વળતર ન ચુકવે તો વધુ ૬-માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી શ્રી ઝાંસી લક્ષ્મીબાઇ મહીલા શરાફી સહ. મં. લી. તરફે રાજકોટના જાણીતા એડવોકેટ તરીકે શ્રી નિર્મલ આર. વ્યાસ અને માધવી એમ. કુરીયા રોકાયેલ હતા.

(3:22 pm IST)