ડો.નિશાંત અને નિશીતા ચોટાઇની ર૦મી લગ્નગાંઠ નિમીતે
પરેશ ધાનાણીના સમર્થનમાં પ્રબુધ્ધ કોંગ્રેસી શ્રેષ્ઠીઓ એકત્રીત થયા
પરેશ ધાનાણી જેવા પવિત્ર અને નિખાલસ ઉમેદવાર રાજકોટને મળ્યા છે તે આપણા માટે ગૌરવની બાબત છેઃ ડો.નિશાંત ચોટાઇ : ઉમેદવારના બાયોડેટાનુ મૂલ્યાંકન કરી જો આપને એમ લાગે કે પરેશ ધાનાણીને ચુટવા લાયક છે, તો મને મત આપવા બે હાથ જોડીને વિનંતી કરૂ છુઃ પરેશ ધાનાણી : એક મંચ ઉપર વિપુલ સંખ્યામા પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓ અને કોંગે્રસી વિચારધારકો એકત્રીત થયા તેનાથી કોંગે્રસ વધુ તાકતવર બની છેઃ ત્રીશાંત ચોટાઇ : જીએસટી લાગુ કરવામા અનેક વખત સંશોધનો કરવામા આવેલ હોવા છતા વેપારીઓની પરેશાની અને ચિંતામા કોઇ ઘટાડો જોવા મળેલ નથીઃ –ડો. હેમાંગભાઇ વસાવડા : લોકોને સ્વમાનભર જીવવા માટે રોજીરોટીની જરૂર છે ત્યારે સરકાર રામરોટી પીરસી રહી છે તે નિષ્ફળ શાસનની નિશાની છેઃ –પ્રદિપભાઇ ત્રેવેદી : રાજકોટ મ્યુનિસીપાલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનો પર્યાય બની રહૃાો છે. કોઇપણ કામ વિનામૂલ્યે થતા નથી તેવો ગણગણાટ સરાજાહેર જનતા કરી રહી છેઃઅતુલ રાજાણી : જે રીતે સુરત, ઇન્દોરમા કોંગે્રસના ઉમેદવારોને શાસનના જોરે મજબુર કરી ચુંટણી એકતરફ કરેલ છે તે લોકશાહીના મૂલ્યનુ હનન સમાન કૃત્યઃ રવી ગોગીયા : ઉભયપક્ષે આદીવાસીઓ અને ખેડુતોની મિલ્કતોને પી.પી.પી. યોજનાના બહાને આંચકીને ખાસ વર્ગને ફાળવવાના કિસ્સાઓ દિન પ્રતિદીન વધતા જાય છે તે ચિંતાનો વિષય છે : ઇન્દ્રનીલ રાજયગુરૂ : કોંગે્રસના શાસન દરમ્યાન થયેલા વિકાસના કાર્યો આજે પણ ઉડીને આંખે વળગે તેવા અદ્વિતીય અને સરાહનીય થયા છેઃ પિયુષભાઇ મહેતા : દેશમા કોમી એકતા, ભાઇચારાને ઉત્ત્।ેજન આપવા માટે કોંગે્રસ એકમાત્ર વિકલ્પ છે. વિકાસ એકતા અને ભાઇચારા ઉપર આધારીત હોય છેઃ બી.બી. ગોગીયા : મઘ્યમ વર્ગ શિક્ષણની તોતિંગ ફી ભરવામા અસમર્થ થતો જતો હોવાથી તેમના બાળકો ઉત્ત્।મ અને ઉચ્ચ કક્ષાના શિક્ષણથી વંચિત થતા જાય છેઃ અનામિકભાઇ શાહ : ભાજપ શાસનના બેરોજગારી, ગરીબી, મોંઘવારી, ખોટી ગેરન્ટીઓ,સહિતના અનેક મુદાઓ ઉજાગર કરી કોંગે્રસની તરફેણમા મતદાન કરવા આહવાન કર્યુ હતુઃ અનિત સિંઘ

ગુજરાતના નામાંકિત ડોકટર નિશાંત અને શ્રીમતિ નિશીતા ચોટાઇની ર૦ મી મેરેજ એનિવર્સરી નિમીતે રાજકોટ સંસદિય મત વિસ્તારના કોંગે્રસના ઉમેદવાર પરેશ ધાનાણીને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રીત કરેલ. આ પ્રસંગે પ્રબુઘ્ધ કોંગે્રસી નગર શ્રેષ્ઠીઓ સાથોસાથ વિવિધ સમાજના સમાજ શ્રેષ્ઠીઓને પણ નિમંત્રીત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે આશરે ત્રણસો પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓ, ચોટાઇ દંપતી અને પરેશ ધાનાણીનુ અભિવાદન કરવા હરખભેર ઉપસ્થિત રહ્યા હતા.
ઉડીને આંખે વળગે તેવી નોંધનીય બાબત એ હતી કે કોંગે્રસી વિચારધારા ધરાવતા પ્રબુઘ્ધ કોંગે્રસ શ્રેષ્ઠીઓ અને વિવિધ સમાજના સમાજ શ્રેષ્ઠીઓ એક મંચ ઉપર ઉપસ્થિત રહી એકામતે એકાજૂથે પરેશ ધાનાણીને ચુંટવા માટે હૃદયપૂર્વકની અપીલ કરી હતી.
ઉપસ્થિત પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓને આવકારતા જાણીતા ન્યૂરોલોજીસ્ટ અને પ્રખર વકતા નીશાંત ચોટાઇએ જણાવેલ કે, એક મંચ ઉપર વિપુલ સંખ્યામા પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓ અને કોંગે્રસી વિચારધારકો એકત્રીત થયા છે તેનાથી કોંગે્રસ વધુ તાકતવર થશે. એટલુ જ નહી, જ્યારે અંગત સ્વાર્થ ખાતર થઇને પક્ષપલ્ટાનો યુગ ચાલી રહૃાો છે તેવા સમયે કોંગે્રસી વિચારધારકો એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા તે નોંધનીય બાબત છે. જે કોગેં્રસના મજબુત ભવિષ્યનો અણસાર છે.
તેઓએ વિશેષમા જણાવેલ કે, ચંુટણીના પ્રચારમા નિમ્ન કક્ષાના આક્ષેપો કરવા કોંગે્રસના જીન્સમા નથી. અમો સકારાત્મક રીતે અમારી વિચારધારાને રજુ કરી રહ્યા છીએ.
આ પ્રસંગે સંદેશો પાઠવતા કોંગે્રસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવેલ કે, મુઠ્ઠીભર માલેતેજુરોના હાથમા દેશની સંપદાઓ ધરી દેવામા આવે છે. જ્યારે ઉભયપક્ષે આદીવાસીઓ અને ખેડુતોની મિલ્કતોને પી.પી.પી. યોજનાના બહાને આંચકીને ખાસ વર્ગને ફાળવવાના કિસ્સાઓ દિન પ્રતિદીન વધતા જાય છે તે ચિંતાનો વિષય છે. સમાજમા અસમાનતા દિન પ્રતિદીન વધતી જતી હોવાથી હાલમા દેશના માત્ર ૧% લોકો પાસે ૪૦% ધંધો/મિલ્કતો છે તે જ દર્શાવે છે કે ગરીબ વધુ ગરીબ થઇ રહૃાો છે અને અમીર વધુ અમીર થઇ રહ્યો છે તે ચિંતાનો વિષય છે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગે્રસ પ્રમુખ અતુલ રાજાણીએ મતદાતા જોગ સંદેશો આપતા જણાવેલ કે, રાજકોટ મ્યુનિસીપાલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનો પર્યાય બની રહૃાો છે. કોઇપણ કામ વિનામૂલ્યે થતા નથી તેવો ગણગણાટ સરાજાહેર જનતા કરી રહી છે. એટલુ જ નહી, મ્યુનિસીપાલ કોર્પોરેશનની હરેક યોજનામા ભ્રષ્ટાચારની બદબુ નગરજનો અનુભવી રહ્યા છે. રાજકોટ મ્યુનિસીપાલ કોર્પોરેશનમા કોર્પોરેટ ગર્વનન્સના સિઘ્ધાંતો વિરૂઘ્ધનો વહિવટ માટેના જવાબદારો અને જવાબદારી નકકી થવી અનિવાર્ય છે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગે્રસના ભૂતપૂર્વ પ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડાએ મતદારોને સબોંધન કરતા જણાવેલ કે, ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગયેલ છે. ખાસ કરીને જીએસટી લાગુ કરવામા અનેક વખત સંશોધનો કરવામા આવેલ હોવા છતા વેપારીઓની પરેશાની અને ચિંતામા ઘટાડો જોવાને બદલે ગંુચવાડો થતો જતો હોવાથી વેચારીઓ હેરાન પરેશાન છે અને પ્રશાસનિક હેરસેસમેન્ટનો શિકાર થઇ રહ્યા છે. સરકારના તબીબી ક્ષેત્રેના ભ્રષ્ટાચારે માઝા મુકી છે. વિવિધ પ્રકારના તબીબી કાર્ડના બહાને મુઠીભર કોર્પોરેટ હોસ્પીટલોને શોર્ટલીસ્ટ કરી માન્યતા આપવામા વ્હાલાદવલાની નિતી રાખી આવી હોસ્પીટલો પાસેથી મોટી રકમના ઉઘરાણા કરવામા આવે છે, તે બાબત આખા તબીબી ક્ષેત્રમા ચર્ચાનો વિષય છે. ભાજપ સરકારની સર્વાંગી રીતે મુલવણી કરીએ તો વેપારીવર્ગ, વ્યવસાયીકો, ઉદ્યોગપતિઓ વિગેરે તમામ વર્ગ નોકરશાહોના ત્રાસથી ત્રાહિમામ છે, જેના નિવારણ માટે કોંગે્રસના ઉમેદવાર પરેશ ધાનાણીને મત આપી કોંગે્રસને વિજય બનાવવા હૃદયપૂર્વકની અપીલ કરી હતી.
આ પ્રસંગે કોંગે્રસના પૂર્વ શહેર પ્રમુખશ્રી પ્રદિપભાઇ ત્રીવેદીએ જણાવ્યુ હતુ કે, ૯૦ કરોડ લોકોને પ વર્ષથી રાશન ઉપર ઓશીયાળા રાખવા અને આગામી ૪–પ વર્ષ સુધી રાશન આપવામા આવશે તેવુ જાહેર કરવુ તે પ્રશંસાને પાત્ર નથી પરંતુ વખોડવાને લાયક છે. કારણ કે લોકોને સ્વમાનભેર જીવવા માટે રોજીરોટીની જરૂર છે ત્યારે સરકાર રામરોટી પીરસી રહી છે તે નિષ્ફળ શાસનની નિશાની છે. હકીકતમા બેરોજગારો સ્વમાનભર જીવી શકે તે માટે આજીવિકાનો પ્રબંધ કરવો અનિવાર્ય છે. તેમ કરવામા સરકારની નિષ્ફળતા ગરીબોને વધુ ગરીબી તરફ ધકેલવા સમાન છે.
જાણીતા તત્વચિંતક અને શિક્ષણશાસ્ત્રીશ્રી અનામિકભાઇ શાહે પરેશભાઇ ધાનાણીના પ્રચાર અર્થેના વકતવ્ય આપતા જણાવેલ કે, અમો કોઇની બુરાઇ કરવા માંગતા નથી પરંતુ એનો અર્થ એ થતો નથી કે શાસક પક્ષની નિષ્ફળતાને અવગણવી. શાસક ભાજપ પક્ષ મઘ્યમ વર્ગીય લોકોના બાળકોના શિક્ષણ પરત્વે અસંવેદનશીલ છે. આજે મઘ્યમ વર્ગના બાળકોના વાલીશ્રી શિક્ષણની તોતિંગ ફી ભરવામા અસમર્થ થતા જતા હોવાથી ઉત્તમ અને ઉચ્ચ કક્ષાના શિક્ષણથી વંચિત થતા જાય છે તે ચિંતાનો વિષય છે.
પ્રાથમીક શિક્ષણમા પ્રવેશ કરનાર વિદ્યાર્થી પૈકી માત્ર ૪૦% વિદ્યાર્થી કોલેજ સુધીનુ શિક્ષણ મેળવવામા સફળ થાય છે. એટલે કે, દિન પ્રતિદીન શિક્ષણનો વ્યાપ સંકોચીત થતો જાય છે. એટલુ જ નહી નવી રાષ્ટ્રીય શિક્ષણનિતી ર૦ર૦ લાવ્યા પછી પણ માત્ર ૧પ% ની આસપાસ વિદ્યાર્થી કોલેજનુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, તે બાબત નોલેજ ઇકોનોમીના જમાનામા વયજૂથનુ ડિવીડન્ડ મેળવવાની બાબતો માત્ર ડંફાસ પૂરવાર થઇ રહી છે.
જાણીતા રાજનિતીજ્ઞ અને રાજકીય વિશ્લેક્ષકશ્રી પિયુષભાઇ મહેતાએ વકતવ્ય આપતા જણાવેલ કે, કોંગે્રસ પાસે શાસનના અનુભવી રાજનેતાઓની ફોજ છે. કોંગે્રસના શાસન દરમ્યાન થયેલા વિકાસના કાર્યો આજે પણ ઉડીને આંખે વળગે તેવા અદ્વિતીય થયા છે. તેઓએ વિશેષમા જણાવેલ કે આજની સભામા ઉપસ્થિત ટોચના એડવોકેટ, ડોકટર, વેપારીઓ, ઉદ્યોગ પતિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ સહિત પ્રબુઘ્ધ કોંગે્રસી શ્રેષ્ઠીઓ નજરે પડે છે તે બાબત નોંધનીય છે. તેમની હાજરી માત્રથી કાર્યકરોમા ઉત્સાહનો માહોલ જોવા મળે છે જે મતપેટીમા ચોકકસ છલકાશે તે નિશ્ચિત છે.
જાણીતા રાજકોટના વરિષ્ઠ એડવોકેટશ્રી બી.બી.ગોગીયાએ પોતાનુ અનૂભવી વકતવ્ય આપતા જણાવેલ કે, ૧૯૪૭ મા ભારતને અંગે્રજોએ આઝાદ કર્યા પછી ભારતમા લોકો પાસે સાયકલ જેવી સાધારણ વસ્તુ પણ ભાડે લઇને વાપરવી પડતી. શહેરના મકાનો પણ દેશી નળીયા વાળા હતા. સોઇ જેવી મામુલી ચીજ વસ્તુઓ આયાત કરવી પડતી. ઘઉં સહિતના ધાન માટે પણ અમેરીકાનો સહારો લેવો પડતો. પાકા રસ્તાની વાત છોડીએ તો પુરતા કાચા રસ્તાઓ પણ ન હતા. રાષ્ટ્રીય કક્ષાના મોટા ડેમ પણ ન હતા. શૈક્ષણિક સંસ્થાઓથી માંડીને તમામ ક્ષેત્રે ખાલીપો હતો ત્યારે કોંગ્રેસે ધરા સંભાળી અને ર૦૧૪ સુધીમા કોંગે્રસે અકલ્પનીય વિકાસ કરેલ છે જે નરી આંખે દેખાઇ તેવો છે. કોઇપણ દેશનો વિકાસ થવો તે નિરંતર પ્રક્રિયા છે. તે કોઇ વ્યકિતઓની અંગત સિઘ્ધી નથી પરંતુ વિકાસ દેશવાસીઓના પરિશ્રમને આધીન હોય છે. તે સત્ત્।ાધિશોએ ઘ્યાનમા લેવુ જોઇએ.
રાષ્ટ્રીય કોંગે્રસના મિડીયા કોઓર્ડીનેટર અનિત સિંઘએ વકતવ્ય આપતા ભાજપ શાસનના બેરોજગારી, ગરીબી, મોંઘવારી, ખોટી ગેરન્ટીઓ, જુઠ્ઠાણાઓ, ઇલેકટ્રોરલ બોન્ડ દ્વારા લૂંટ, વિભાજનવાદી માનસીકતા સહિતના અનેક મુદઓ ઉજાગર કરી કોંગે્રસની તરફેણમા મતદાન કરવા આહવાન કર્યુ હતુ.
જાણીતા એડવોકેટશ્રી રવી ગોગીયાએ જણાવેલ કે, જે રીતે સુરત અને ઇન્દોરમા કોંગે્રસના ઉમેદવારો સાથે જે થયુ તે લોકશાહીના મૂલ્યનુ હનન કરવા સમાન છે. કોઇપણ ચુટણી લેવલ ફીલ્ડ હોવી જોઇએ. શાસકોએ પ્રશાસનનો ગેરઉપયોગ કરવાથી દુર રહેવુ જોઇએ. ચુટણીમા ગેરવ્યાજબી તાકાતોનો ઉપયોગ કરવો તે નૈતિક અધઃપતન છે જે ન થવુ જોઇએ. ચુટણી પ્રક્રિયામા પારદર્શિકતા અને સમન્યાય ચુટણી પંચ જાળવે તે માટે યુવાનોએ આગળ આવવુ જોઇએ.
ર૦ મી મેરેજ એનિવર્સરી ઉજવતા આ કાર્યક્રમના યજમાન અને કોંગે્રસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીના પારિવારીક સબંધી ડો.નિશાંત ચોટાઇએ જણાવ્યુ હતુ કે પરેશ ધાનાણી સાથે મારે દાયકાઓના પારિવારીક સબંધો છે. તેમને હુ ખૂબ જ નજીકથી ઓળખુ છુ. પરેશ ધાનાણી જેવા પવિત્ર અને નિખાલસ ઉમેદવાર રાજકોટને મળ્યા છે તે આપણા માટે ગૌરવની બાબત છે. પરેશ ધાનાણી તરવરીયા અને દિર્ઘદ્રષ્ટા છે. તેમના સકારાત્મક અભિગમને કારણે કોંગે્રસના વરિષ્ઠ પદાધિકારીઓ પણ તેમને આદરભાવ આપે છે. પરેશ ધાનાણીમા સરકાર પાસેથી કામ લેવાની ગજબની કુનેહ છે. તેમનો લાભ આપણા વિસ્તારને ડેવલોપ કરવામા ચોકકસ મળશે. આપણે સૌ પરેશ ધાનાણીને જંગી બહુમતીથી વિજયી બનાવીએ તેવી પ્રાર્થના કરૂ છુ.
કોંગે્રસના ઉમેદવાર શ્રી પરેશભાઇ ધાનાણીએ મુખ્ય મહેમાન પદેથી પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, આપણા મત વિસ્તારમા લડતા પ્રતિસ્પર્ધી ઉમેદવારના બાયોડેટાનુ મૂલ્યાંકન કરી જો મતદારોને એમ લાગે કે પરેશ ધાનાણીને ચુંટવા લાયક તો મારી તરફેણમા મતદાન કરવા બે હાથ જોડીને વિનંતી કરૂ છુ. મારો અને મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારના પૂર્વ ઇતિહાસ, કર્તવ્ય નિષ્ઠા, વચન પાલન અને પારદર્શિકતા, માનવ સબંધો, કાર્ય કુનેહ અને વાણી વર્તનથી રાજકોટની જનતા સારી રીતે વાકેફ છે. આજે જ્યારે રાજકોટના પ્રબુઘ્ધ નગર શ્રેષ્ઠીઓને મળવાનો મોકો મળ્યો છે તે મારા માટે સૌભાગ્ય એટલા માટે છે કે આ તમામ પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓ, નગરના નામાંકિત ડોકટરો, એડવોકેટસ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કેળવણીકારો અતિ વ્યસ્ત હોવા છતા પૂરતો સમય આપેલ છે તે બાબત મારા માટે આજીવન અવિસ્મરણ્ય રહેશે.(૨૧.૩૩)
શાસકોના દબાણને કારણે કોંગે્રસના નેતાઓ કોંગે્રસ છોડી રહ્યા છે તેવા વિપરીત કાળમા પરેશ ધાનાણીને વિજયી બનાવવા જુના
કોંગે્રસના પ્રબુધ્ધ શ્રેષ્ઠીઓ એકમતે એકજૂથે હર્ષભેર મળ્યા
રાજકોટ : ભાજપના શાસનની દમનકારી શામ, દામ અને દંડની નિતીથી કોંગે્રસના નેતાઓને દબડાવી, ધમકાવી ભાજપ પોતાના તરફે પક્ષપલ્ટો કરાવી રહી છે તેવા માહોલમા કોંગે્રસના જુના પ્રબુઘ્ધ કોંગે્રસી નગર શ્રેષ્ઠીઓ ઘણા વર્ષો પછી આજે એક છત નીચે એકત્રીત થયા હતા અને ભાજપ સામે એકમતે એકજૂથે જોરદાર લડત કરી લોકશાહીનુ જતન કરવા માટેનો સંકલ્પ કરેલ.
જેમા ખાસ કરીને શ્રી બી.બી. ગોગીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, અતુલભાઇ રાજાણી, હેમાંગભાઇ વસાવડા, પ્રદિપભાઇ ત્રેવેદી, નિદીતભાઇ બારોટ, અનામિકભાઇ શાહ, પિયુષભાઇ મહેતા, રવિ ગોગીયા, જીતુભાઇ ભટ્ટ, અલ્પનાબેન ત્રીવેદી(હેલી બેન), કમલભાઇ ધામી, તખુભા રાઠોડ, રાજભા જાડેજા, સુરેશભાઇ ચેતા, શ્યામલભાઇ સોનપાલ, અશોકભાઇ સચદે, જગદેવસિંહ જાડેજા, સંજયભાઇ લાખાણી, કૃષ્ણદત રાવલ, સંજય અજુડીયા, ગોપાલ અનડકટ વિગેરે અગણ્ય કોંગે્રસના પ્રબુઘ્ધ શ્રેષ્ઠીઓ સભા ખંડમા હાજર રહ્યા હતા ત્યારે તમામ કોંગે્રસના પ્રબુઘ્ધ શ્રેષ્ઠીઓ એકબીજાના ગળે હળી મળીને કોંગે્રસના ઉમેદવાર પરેશ ધાનાણીને ચુંટણી જીતાડવા માટે ચુંટાવવા માટે તન, મન અને ધનથી મદદ કરવા વચનબઘ્ધ થયા હતા ત્યારે સૌ ઉપસ્થિત સમુદાયે તાલીઓના ગળગળાટ સાથે હર્ષોલ્લાસ કર્યુ. આ ચુંટણી પૂરતા મર્યાદિતને બદલે પ્રજાના હિતમા અવાજ ઉઠાવવા માટે સમયાંતરે નિયમીત મળવાનો સંકલ્પ કરેલ તે કોંગે્રસના ઉજ્જળ ભવિષ્ય માટેની શુભ નિશાની છે.(૨૧.૩૩)