રાજકોટ
News of Saturday, 4th May 2024

સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સ્થાપક સ્વર્ગસ્થ ઉષાબેન જાનીની પ્રાર્થનાસભા

રાજકોટ: રાજકોટના જાણીતા શિક્ષણવિદ્, સમાજસેવિકા અને સ્ત્રી-સશક્તિકરણના પ્રખર હિમાયતી એવા ઉષાબેન ગુલાબભાઈ જાની (ઉં વર્ષ. ૯૦) નું તા. ૧ મે ૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સ્થાપક અને અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓની પ્રાર્થનાસભા તા. ૪ મે ને શનિવાર ના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સિસ્ટર નિવેદિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કવોલિટી એજયુકેશન, જલારામ પ્લોટ -૨ મેઇન રોડ, વોકહાર્ટ હોસ્પિટલ પાછળ, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્વર્ગસ્થ ઉષાબેન એ ગુલાબભાઈ જાની (+૯૧૯૮૨૪૩૦૦૧૬૦)ના પત્ની,  વિભાવરીબેન અને આનંદભાઈના માતૃશ્રી, કાનનબેનના સાસુ, આર્નવ અને આરુષના દાદી, મહેશભાઈ અને દક્ષાબેનના ભાભી થતા હતા.

   
 

(9:17 pm IST)