રાજકોટ
News of Sunday, 5th May 2024

ગોંડલ રોડ પી.એન્ડ ટી કોલોની ક્વાટર સામે એન.આર.ટ્રાન્સપોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: કિ.રૂ.૪૮,૦૦૦નો દારૂ કબ્જે: દિપુ સિંધીની શોધખોળ: પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ ગરચરની ટીમની કાર્યવાહી: અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના મળી હોઇ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ.અનિલભાઈ સોનારા તથા પોલીસ કોન્સ.હરદેવસિંહ જગતસિંહ રાણાને મળેલ સંયુકત બાતમી આધારે શહેરના ગોંડલ રોડ પી.એન્ડ ટી કોલોની ક્વાર્ટરની સામે આવેલ એન.આર.ટ્રાન્સપોર્ટ ખાતેથી ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂનો જથ્થો પકડી લીધો છે. આ દારૂ દીપુ સીંધીએ મંગાવ્યો હોવાનું ખુલતાં શોધખોળ થઈ રહી છે.

દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે બેલેન્ટાઈન્સ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.કાચની કંપની શીલપેક બોટલ નંગ.૦૭, અબ્સોલ્યુટ વોડકા ૭૫૦ એમ.એલ.કાચની કંપની શીલપેક બોટલ નંગ.૦૬, જોની વોલ્કર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.કાચની કંપની શીલપેક બોટલ નંગ.૦૩ તથા બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કાચની કંપની શીલપેક બોટલ નંગ.૦૮ એમ કુલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ કુલ રૂ.૪૮,૦૦૦ની કબ્જે કરી છે. 

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) બી.બી.બસીયાની સૂચના મુજબ આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર, હેડકોન્સ.અનિલભાઈ સોનારા,કોન્સ.હરદેવસિંહ રાણા, મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા, અશ્વિનભાઈ પંપાણીયાએ કરી છે.

(9:52 pm IST)